About
Hardwar Goswami
હરદ્વાર ગોસ્વામી ‘દિવ્ય ભાસ્કર’માં દૈનિક કોલમ ‘હિંમતવાલા’, રવિવારે ‘તર-બ-તર’ અને મંગળવારે ‘કાવ્યાયન’ કૉલમ લખે છે. ‘સાધના’ સાપ્તાહિકમાં દર શનિવારે ‘સંસ્કૃતિસુધા’, અમેરિકાથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં ‘કલમકશ’ અને ‘કુમાર’માં ‘મજલિસ’ કોલમ લખે છે. છેલ્લા ત્રીસ વર્ષથી કટારલેખન કરે છે. દસેક દેશોની સાંસ્કૃતિકયાત્રા કરી છે. કોલેજ કાળથી મંચ ગજાવવાનું શરુ કર્યું હતું. M.A.,M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ અને યુનિ. ફર્સ્ટ. હાલમાં ફ્રિલાન્સ રાઈટર-ઓરેટર તરીકે કાર્યરત છે. ‘શબ્દશ્રી’ સંસ્થા દ્વારા સાહિત્યિક અને કોન્સેપ્ટ આધારિત ૧૦૦૦થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ’માં કવિ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હતું. અનેક સિરિયલ અને ફિલ્મોમાં ગીત અને કથા-પટકથા-સંવાદ લખ્યાં છે. નાની વયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સર્જકસન્માન, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, આત્મનિર્ભર ગુજરાત એવોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટેલેન્ટેડ પોએટ (ન્યુ જર્સી, U.S.), અસાઈત સર્જક-સન્માન, AMCનું જાહેર નાગરિક સન્માન, સંસ્કાર ભારતી એવોર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઈટર, શ્રેષ્ઠ સભાસંચાલન એવોર્ડ, શ્રેષ્ઠ નાટ્યલેખકનો બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર, ટ્રાન્સમીડિયા, અતુલ્ય વરસો આઈડેન્ટીટી એવોર્ડ ઈત્યાદિ સન્માન પ્રાપ્ત થઇ ચુક્યાં છે. ભારત સરકારના કલ્ચરલ એમ્બેસેડર તરીકે ચીનનો વિદેશ પ્રવાસ પણ કરી ચુક્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા માતૃભાષા દિને શિક્ષણમંત્રીના હસ્તે ‘માતૃભાષા સેવા’ સન્માન. આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટીસ્ટ છે. ૩૬ પુસ્તકો પ્રગટ થઇ ચુક્યાં છે.

My Journey
Explore my evolution as a writer, poet, and anchor through my diverse experiences and works.
Career
Writing, Poetry, Anchoring
A glimpse into my professional milestones and creative endeavors.
Professional Highlights
Experience. With our intuitive design and user-friendly interface, your website will captivate visitors. 2